/connect-gujarat/media/post_banners/9db62eb790f236a817b7260433ca46d8305b7a64a000097db76413132a0a3293.jpg)
મર્હુમ અહેમદ પટેલના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે પીરામણ ગામ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી.
અંકલેશ્વરના નાનકડા ગામ પીરામણથી પાર્લામેન્ટ સુધીની સફર કરનાર રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી રહી ચુકેલા મર્હુમ અહેમદ પટેલનો ૭૩મો જન્મ દિવસ છે.મર્હુમ અહેમદ પટેલના જન્મ દિવસ નિમિત્તે આજે જીલ્લા કોંગ્રેસ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે અંકલેશ્વર-હાંસોટ યુથ કોંગ્રેસ દ્વારા પીરામણ ગામમાં આવેલ એચ.એમ.પી ફાઉન્ડેશન ખાતે મર્હુમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તેમજ તેઓના પુત્રીએ પણ રક્તદાન કર્યું હતું
આ કાર્યક્રમમાં મર્હુમ અહેમદ પટેલના સેવાકાર્યોને યાદ કરી તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા,આગેવાન સંદીપ માંગરોલા,મગન પટેલ,અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાસદીયા,તાલુકા પ્રમુખ દેવેન્દ્ર ઉપધ્યાય તેમજ અંકલેશ્વર-હાંસોટ યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.