અંકલેશ્વર : ખરોડ ચોકડી નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટ્રક ઝડપાય, રૂ. 9.60 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ

ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટ્રક સહિત રૂ. 9.60 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની SOG પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર : ખરોડ ચોકડી નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટ્રક ઝડપાય, રૂ. 9.60 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટ્રક સહિત રૂ. 9.60 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની SOG પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર અને પાનોલીના ઉધોગોએ હવે પોતાના વેસ્ટ કેમિકલનો નિકાલ પર્યાવરણના જતન સાથે નિયત કરેલ સાઇટ પર નિકાલ કરવાના બદલે પર્યાવરણને નુકશાન થાય તે રીતે કરી રહી છે, ત્યારે ભરૂચ SOG પી.આઇ. આનંદ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરમાં એક ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, ખરોડ ચોકડી નજીક આવેલ ચાચા હોટલ પાસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી એક ટ્રક ઉભી છે. જે આધારે ટીમ સ્થળ પર સર્ચ કરતા માહિતી આધારિત ટ્રક મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક નાગેન્દ્ર લખીચંદ યાદવને ટ્રકમાં શું ભર્યું છે.? તે અંગે પૂછપરછ કરતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. જેના આધારે SOG પોલીસે ટ્રકમાં સર્ચ કરતા અંદર પ્લાસ્ટિક બેગમાં પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. જે રસાયણ શું છે, તે જાણવા GPCBને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી, અને પ્રાથમિક તપાસમાં કેમિકલ વેસ્ટ પ્રવાહી હોવાનું સામે આવ્યું હતું. જે જથ્થો ક્યાંથી ભર્યો અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો. તે અંગે જરૂરી તપાસ કરી કેમિકલ વેસ્ટ સહિત કુલ રૂ. 9.60 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો, ત્યારે હાલ તો SOG પોલીસે મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરતા કેમિકલ માફિયાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

Latest Stories