અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી યુવાને બીભત્સ વિડીયો-ફોટો થકી બ્લેકમેલીંગ કરી રૂપિયા ૧.૧૫ લાખ પડાવી બદનામ કરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોશ્યલ મીડિયામાં કોઈ અજાણ્યા યુવાનની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો યુવતીઓએ ચેતી જવાનો લાલ બત્તી સમાન કિસ્સો અંકલેશ્વરની એક ગામની સોસાયટીમાં સામે આવ્યો છે.
વર્ષ-૨૦૨૧ના જુન મહિનામાં બ્રિજરાજસિંહ રાણાની ફેસબુક માધ્યમ ઉપર ફેંડ રીક્વેસ્ટ આવતા જ ૨૨ વર્ષીય યુવતીએ એક્સેપ્ટ કરી હતી અને વાચીત શરુ થતા મિત્રતા કેળવાઈ હતી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા યુવતીએ યુવાનને તેનો વોટ્સએપ નંબર આપતા બંને વચ્ચે વિડીયો કોલ ઉપર વાત ચિત આગળ વધતા યુવાનને યુવતીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો અને યુવતીએ હા કહેતા જ યુવાને પ્રોત પ્રકાશી તેના બીભત્સ વિડીયો અને ફોટો રેકોડીંગ કરી તેની પાસે પ્રથમ ૮૦ હજારની માંગ કરી હતી
અને જે રૂપિયા નહિ આપતા તેણે તેની ફેંડ અને ભાભીને વિડીયો-ફોટો મોકલી યુવતીને પ્લેકમેલિંગ કરી અગલ અગલ રીતે કુલ ૧.૧૫ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી વધુ રૂપિયાની માંગ કરતા યુવતીએ બ્રિજરાજસિંહ રાણાનો નંબર બ્લોક કરતા તેણે અલગ અલગ નંબરોથી યુવતીને હેરાન કરવા સાથે તેને ભાઈને અપહરણ કરવાની ધમકી આપતા યુવતીએ આખરે યુવાનથી કંટાળી અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.