અંકલેશ્વર: સુરવાડી ઓવરબ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત, મહિલા સહિત 4 લોકોને ઇજા

ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર: સુરવાડી ઓવરબ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત, મહિલા સહિત 4 લોકોને ઇજા

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ગડખોલ ઓવર બ્રીજ ઉપર મહાવીર ટર્નિંગ જવા માર્ગ ઉપર રોડ સાઈડે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા મહિલા સહીત ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી અંકલેશ્વરના નવીદીવી ગામના નવા દીવા કૈલાશ ટેકરી ખાતે રહેતા ૨૭ વર્ષીય કમલેશ રાજુ રાઠોડ તેઓના મિત્ર ઉમેશ વસાવા અને વિષ્ણુ વસાવા સાથે બાઈક નંબર-જી.જે.૧૬.ડી.એફ.૫૦૭૦ લઇ ઓ.એન.જી.સી.ખાતે આનંદ મેળામાં જવા નીકળ્યા હતા.

તે દરમિયાન અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ગડખોલ ઓવર બ્રીજ ઉપર મહાવીર ટર્નિંગ જવા માર્ગ ઉપર રોડ સાઈડે પુરપાટ ઝડપે ધસી આવેલ બાઈક નંબર-જી.જે.૧૬.એ.કયું.૯૩૮૧ ચાલકે કમલેશ રાજુ રાઠોડની બાઈક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઉમેશ વસાવા અને કમલેશ સહીત સામે વાળી બાઈક પર સવાર મહિલા અને બાઈક ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories