Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ભરૂચ પોલીસની SIT દ્વારા ગડ્ડી ગેંગના 4 સાગરીતોની ધરપકડ, જુઓ કેવી રીતે લોકો સાથે કરતા હતા ઠગાઇ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને ગડ્ડી ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ગેંગના સાગરીતો બેન્ક બહાર ઉભેલા ખાતેદારોને વાતો ભેરવી રૂપિયા પડાવી લેતા હોવાનું બહાર આવ્યું છે

X

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને ગડ્ડી ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ગેંગના સાગરીતો બેન્ક બહાર ઉભેલા ખાતેદારોને વાતો ભેરવી રૂપિયા પડાવી લેતા હોવાનું બહાર આવ્યું છે

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર શહેર પોલીસની બનાવેલ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે અંકલેશ્વરની કાલુપુર બેંક બહારથી છેલ્લા 12 વર્ષથી લોકોને રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી UPની ગડ્ડી ગેંગના 4 સાગરીતોને ઝડપી લીધા છે. બેંક બહાર કે અંદર રૂમાલમાં નોટોના બંડલ હોવાનું બતાવી આ નાણાં વતન મોકલવાના છે પણ ચોરી કે ગેરકાયદે હોય તેમ કહી કમિશનની લાલચ ઉત્તર પ્રદેશની ગડ્ડી ગેંગ આપતી હતી. જેના અવેજમાં વતન મોકલવા બેંકમાં રહેલા ગ્રાહક પાસેથી 5000 થી 25 હજાર લઈ લેતી હતી.જોકે ગ્રાહક રૂમાલ ખોલીને નોટોની ગડ્ડી જોતા માત્ર પેહલી નોટ જ અસલી જ્યારે નીચે તમામ કાગળ મળતા હતા.

આવી રીતે આ ગેંગે પાછલા 12 વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 14 સ્થળે બેંકો બહાર તેનો કીમિયો અજમાવ્યો હતો. કુલ 34 લોકોને નોટોની ગડ્ડીમાં ભોળવી રૂપિયા અઢી લાખ જેટલા પડાવી લીધા હતા.પોલીસને આ અંગે બાતમી મળી હતી કે અંકલેશ્વર કાલુપુર બેંક બહાર અલ્ટો કાર લઈ ટોળકી ઉભી છે. જેના આધારે પોલીસે તુરંત બેંક પાસે પહોંચી ગડ્ડી ગેંગના મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વાપી, સુરત, બાંદ્રા રહેતા આરોપીઓ નિતેશકુમાર સોનેકર, રકીબ ગુર્જર, જેરામસીંગ પરિહાર તેમજ વીપીનકુમાર મિશ્રાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story