/connect-gujarat/media/post_banners/dd6ca202058f3f1133ec744a9e54c304965ceaef0f6ca9d36711a777abc6dcfd.webp)
અંકલેશ્વરના સારંગપુર ગામ નજીક પદ્માવતી સોસાયટી પાસે કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. કારચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.
અંકલેશ્વરમાં ફરી એકવાર ધ બર્નિંગ કરના દ્રશ્યો સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની પદ્માવતી સોસાયટી નજીકથી પસાર થતી એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનામાં કારચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળી શકાયું નથી.આગની ઘટનામાં કાર બળીને ખાક થઈ ગઈ હતી.