/connect-gujarat/media/post_banners/73a7ca9b239f7b775da7a0679f721a89844d63ce5ad7135753a051309c822db5.jpg)
અંકલેશ્વરમાં મુખ્યાલય ધરાવતી કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં વસંત પંચમી તથા ભરૂચના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
લેખન અને વાંચનના કસબીઓ માટે વસંતપંચમીનો તહેવાર ખુબ મહત્વ ધરાવતો હોય છે. વસંત પંચમીના પાવન અવસરે કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના અંકલેશ્વર સ્થિત કાર્યાલય ખાતે વસંત પંચમીના શુભ અવસરે સરસ્વતી માતાજીની પુજા અર્ચના કરવામાં આવી હતી. સરસ્વતી માતાજીને પુષ્પો અર્પણ કરાયાં હતાં.પૌરાણિક માન્યતા અનુસાર, જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતીએ વસંત પંચમીના રોજ અવતાર લીધો હતો.
વસંત પંચમીનો તહેવાર સમસ્ત ભરૂચવાસીઓ માટે આનંદ અને ઉમંગમાં વધારો કરતો તહેવાર છે કારણ કે વસંત પંચમીના દિવસે જ ભૃગુઋુષિએ ભરૂચ શહેરની સ્થાપના કરી હતી. આજે વસંતપંચમી અને ભરૂચ સ્થાપના દિવસના સુભગ સમન્વય વચ્ચે કનેકટ ગુજરાતની ટીમે કેક કાપી હતી. ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ વિકાસના આયામો સર કરે તેવી ભાવના સાથે કેક કાપવામાં આવી હતી. કનેક્ટ ગુજરાતનાં ડિરેક્ટર યોગેશ પારિકના માર્ગદર્શન હેઠળ ડેસ્ક એડિટર કલ્પેશ ગુર્જર, દીપક ચૌહાણ, રિદ્ધિ પંચાલ,વિડીયો એડિટર અજય પટેલ ,કોમલ ભટ્ટ, અંકિતા મકવાણા અને અંગ્રેજી વિભાગના નિશાંત ભટ્ટ, શામલી વિસપૂતે અને શાલિની યાદવ સહિતનો સ્ટાફ આ પ્રસંગે હાજર રહયો હતો.