/connect-gujarat/media/post_banners/386fe372cfd8b7498aa122fb9fe54ab28d23be181d014e3338ddfd43c4fa0ee9.jpg)
આજે ભારતના બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે તેઓની અંકલેશ્વર સ્ટેશન સ્થિત પ્રતિમાને શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા હતા
આંબેડકર જયંતિને દેશમાં સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજ રોજ ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતી નિમિતે અંક્લેશ્વર શહેર તાલુકા અને અંક્લેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા અંક્લેશ્વર રેલ્વેસ્ટેશન પર આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર કોગ્રેસ પ્રમુખ જગતસિંહ વંસદિયા,તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર ઉપાધ્યાય, અંક્લેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા,જિલ્લા કોંગ્રેસના અગ્રણી ડી.સી.સોલંકી સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.