અંકલેશ્વર : અમરાવતી ખાડીમાં વધુ એકવાર અસંખ્ય માછલીના મોત, બે’જવાબદાર ઉદ્યોગો સામે ગ્રામજનોમાં રોષ...

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે

અંકલેશ્વર : અમરાવતી ખાડીમાં વધુ એકવાર અસંખ્ય માછલીના મોત, બે’જવાબદાર ઉદ્યોગો સામે ગ્રામજનોમાં રોષ...
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત દુષિત પાણી ખાડીમાં ઠલવાતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

અંકલેશ્વર તાલુકાના દઢાલ, જીતાલી અને ઉછાલી ગામની સીમમાંથી અમરાવતી ખાડી પસાર થાય છે. જે ખાડીમાં સમયાંતરે કેમિકલયુક્ત પાણી ભળવાથી અસંખ્ય જળચરોના મોત નીપજતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર અમરાવતી ખાડીમાં અસંખ્ય જળચરોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં બેજવાબદાર ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત દુષિત પાણી ખાડીમાં ઠલવાતું હોવાના અનુમાન સાથે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

જોકે, હાલ વરસાદની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ખાડી કે, નાળામાં વહેતા નીરની આડમાં બેજવાબદાર ઉદ્યોગો પ્રદુષિત પાણી ઠાલવી રહ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોએ અનેકવાર GPCBમાં રજૂઆત કરી છે. પરંતુ તંત્રની ઉદાસીનતાના પગલે જળચરોના મોત નીપજી રહ્યા છે. જેના કારણે ગ્રામજનોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે, ત્યારે હવે તંત્ર દ્વારા બેજવાબદાર ઉદ્યોગો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #pollution #Fish #Chemical Water #Amaravati Khadi #die #industries
Here are a few more articles:
Read the Next Article