અંકલેશ્વર: ગડખોલ ઓવરબ્રિજ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા સ્પીડ બ્રેકર બનાવવાની માંગ, આપ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર ગડખોલ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર: ગડખોલ ઓવરબ્રિજ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા સ્પીડ બ્રેકર બનાવવાની માંગ, આપ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર ગડખોલ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર ભરૂચ વચ્ચે જૂના નેશનલ હાઇવે ઉપર આવેલ ગડખોલ પાટીયા પાસે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે જે ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકરના અભાવે અવારનવાર અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે સાથે બ્રિજ ઉપર રેલિંગ નહીં હોવાથી અકસ્માતના સમયે નીચે પડવાની શક્યતા હોય ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્પીડ બ્રેકર અને રેલિંગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે મામલતદાર કચેરી ખાતે જાતિના દાખલા રેશનકાર્ડ અને અન્ય યોજનાઓના દાખલા સરળતા પૂર્વક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને ધર્મના ધક્કા નહીં ખાવા પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું
Latest Stories