Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કાપોદ્રા નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે વલસાડના 3 ઈસમોની અટકાયત, રૂ. 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા રોડ પરથી કારમાં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે વલસાડના 3 આરોપીની અંકલેશ્વર રૂરલ પોલીસે ધરપકડ કરી હતી.

અંકલેશ્વર : કાપોદ્રા નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે વલસાડના 3 ઈસમોની અટકાયત, રૂ. 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત
X

ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા રોડ પરથી કારમાં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે વલસાડના 3 આરોપીની અંકલેશ્વર રૂરલ પોલીસે ધરપકડ કરી હતી.

અંકલેશ્વર તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે કાપોદ્રા ગામ પાસે પલ્સ હોટલ નજીક GJ-15-CD-8452 નંબરની સ્વીફ્ટ ડિઝાયર નજરે પડી હતી. પોલીસે કાર નજીક જઈ તપાસ કરતા વલસાડના 3 ઈસમો શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે મળી આવ્યા હતા. જેઓ પાસે રહેલ 150 કિલોના લોખંડના 91 ફ્લેચ, SSની 255 કિલોની 7 પ્લેટ, હોર્સ પાવરની પાઇપો, સ્ટીલ વાલ્વ અને ગ્રાઈન્ડર મશીન સાથે 3 મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યા હતા. પોલીસે ત્રણેય આરોપીની CRPC 41 (1) ડી હેઠળ અટકાયત કરી કુલ રૂપિયા 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Next Story