Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : વાહન ચલાવતી વેળા હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરનાર વાહનચાલકો દંડાયા...

ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો વિરુદ્ધ ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

X

ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો વિરુદ્ધ ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે અંકલેશ્વર શહેરમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ લાગવ્યા વગર ફરતા વાહનાચાલકોને અટકાવી દંડનિય કાર્યવાહી કરાય હતી.

રાજ્ય સરકારના આદેસાનુસાર, સમગ્ર ગુજરાતમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરે તે માટે ટ્રાફિક પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં દ્વિચક્રી વાહનચાલકોએ હેલ્મેટને અને કાર ચાલકોએ સીટ બેલ્ટને પહેરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે તા. 6 માર્ચથી 15 માર્ચ સુધી જો કોઈ વાહનચાલક આ નિયમનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે આજે તા. 7 માર્ચના રોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે દ્વિચક્રી વાહન પર હેલ્મેટ વગર અને કારમાં સીટ બેલ્ટ ન લગાવ્યો હોય તેવા વાહનચાલકોને થોભાવી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

Next Story