New Update
/connect-gujarat/media/post_banners/114af8074d9f9609e3508fe61a4dcfc5cf1c69d464f06abb4054175029ce73e4.jpg)
ખેતરોમાં તૈયાર થયેલા પાકને રાખવા માટે ખેતરોમાં બનાવવામાં આવતી ખળીઓ હવે લુપ્ત થઇ રહી છે. આધુનિકીકરણની સાથે સાથે હવે જુની પ્રથાઓ ધીમે ધીમે નાબુદ થઇ રહી છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓમાં ખળીઓમાં ખેડૂતો પોતાનો પાકને લાવી સૂકવી નાખી તેમાંથી ધાણ તેમજ અન્ય ચીજ વસ્તુઓને અલગ કરતાં હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખળીની જગ્યાઓમાં હવે પાકા મકાનો બની ગયાં છે. ખેતરો તથા ગામડાઓમાંથી ખળીઓ હવે લુપ્ત થઇ રહી છે. અંક્લેશ્વર તાલુકાના જીતાલીના સરપંચ મહમદ પાંડોરએ જણાવ્યું કે ખેડૂતો માટે ગ્રામ્ય વિસ્તારમાં ખળી હોવી અત્યંત જરૂરી છે.જૂની લુપ્ત થતી સંસ્કૃતિને પણ ખેડૂતો જાળવી રાખે છે તે માટે તેમણે અપીલ કરી છે.