Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDCમાં આવેલ લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

અંકલેશ્વર જીઆઇડીસીમાં છાશવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું

X

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર જીઆઇડીસીમાં છાશવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં લાયન્સ સ્કૂલની પાછળના ભાગે આવેલ લાકડાના ગોડાઉનમાં ફાટી નીકળી હતી.જયંત પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ પ્રથમ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જોકે આગ બેકાબુ બનતા પાનોલી, ઝઘડિયા,અંકલેશ્વર, નગરપાલિકાના ખાનગી કંપનીના 15થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.ભીષણ આગના પગલે આસપાસના તમામ માર્ગો વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.આ તરફ સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ મામલતદાર સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી.આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી

Next Story