/connect-gujarat/media/post_banners/5cb99272e6a8f447bfad521ab42555c7b11e3a82ecb4e5374942bbc95c3833a1.webp)
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર GIDC પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 5 જુગારીયાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં દારૂ, જુગાર, ચોરી સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર GIDC પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કોસમડી અંબે વેલી સોસાયટી પાછળ પાણીની કેનાલની બાજુમાં આવેલા ખુલ્લી પડતર જગ્યાએ રેડ કરતા બાવળિયાની આડમાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા 5 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે અંકલેશ્વર GIDC પોલીસે પાંચેય ઇસમો પાસેથી રોકડ રકમ 8,140 રૂપિયા, દાવ પર લાગેલા 5,050 રૂપિયા મળી કુલ 13,190 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.