અંકલેશ્વર: GIDCપોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીની કરી ધરપકડ

તસ્કરો ગોડાઉનના ગેટનું તાળું તોડી અંદર પ્રવેશ કરી પ્લાસ્ટિકના ડ્રમો અને કારબાના કટિંગના ટુકડા મળી 1.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
અંકલેશ્વર: GIDCપોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભડકોદરા ગામના સુપર માર્કેટમાં મહાલક્ષ્મી ટ્રેડર્સમાંથી પ્લાસ્ટિકના ડ્રમો અને કારબા કટિંગના ટુકડા મળી 1.75 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલી કાઢી ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા મૂળ રાજસ્થાન અને હાલ અંકલેશ્વર જી.ઇ.બી રોડ ઉપર આવેલ શ્યામ રેસિડેન્સીમાં રહેતા વિજય લાડુમલ શાહ ભડકોદરા ગામના સુપર માર્કેટ-2માં પ્લાસ્ટિકનું ગોડાઉન ધરાવે છે જેઓના બંધ ગોડાઉનને ગત તારીખ-25મી સપ્ટેમ્બરથી 26મી સપ્ટેમ્બર સુધીમાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરો ગોડાઉનના ગેટનું તાળું તોડી અંદર પ્રવેશ કરી પ્લાસ્ટિકના ડ્રમો અને કારબાના કટિંગના ટુકડા મળી 1.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ચોરી અંગે જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પી.એસ.આઈ એલ.એ પરમારને બાતમી મળી હતી ભડકોદરા ગામની ગ્રીનવેલી સોસાયટીમાં રહેતો ઈમરાન અકબર ચૌધરી સહિત ત્રણ ઇસમો સંડોવાયેલ છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ભડકોદરા ગામની ગ્રીનવેલી સોસાયટીમાં રહેતો ઈમરાન અકબર ચૌધરી,ઉસ્માન મહમંદ ઇકબાલ ચૌધરી,ઇરફાન ઈજહાર ચૌધરી અને સદ્દામ હુસેન ખાનને ઝડપી પાડી ચોરી થયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Latest Stories