અંકલેશ્વર : વાહનોમાંથી થયેલી બેટરીની ચોરીનો ભેદ GIDC પોલીસે ઉકેલ્યો, 3 ઇસમોની કરી ધરપકડ...

વાહનોને તસ્કરોએ નિશાન બનાવી 5 બેટરીઓ મળી કુલ 39 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર : વાહનોમાંથી થયેલી બેટરીની ચોરીનો ભેદ GIDC પોલીસે ઉકેલ્યો, 3 ઇસમોની કરી ધરપકડ...
New Update

ભરૂચ જીલ્લાની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બેટરી ચોરીનો ભેદ ઉકેલી 3 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસીની લાયકા ચોકડી નજીક આવેલ જીત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફીસ બહાર ગત તારીખ ૩૦મી જાન્યુઆરીના રોજ ટેન્કર નંબર જીજે-૦૨-વીવી-૪૪૪૦, આઈસર ટેમ્પો નંબર જીજે-૧૬-ડબ્લ્યુ-૮૯૮૯ સહીતના વાહનો પાર્ક હતા.

જે વાહનોને તસ્કરોએ નિશાન બનાવી 5 બેટરીઓ મળી કુલ 39 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે ટ્રાન્સપોર્ટના માલિક ઇન્દ્રજીત મુરલીધર યાદવે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન જીઆઈડીસી પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે તપાસ હાથ ધરતા ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ચોરીમાં સંડોવાયેલ કોસમડી ગામ ઝૂડી ફળિયામાં રહેતા 3 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Ankleshwar #GujaratConnect #Bharuch Police #AnkleshwarPolice #Ankleshwar News #GIDC police #Ankleshwar Chori #Crime News Surat #બેટરી ચોરી #Batterise Theft
Here are a few more articles:
Read the Next Article