સરકારના વિવિધ પ્રોજેકટમાં જમીન ગુમાવી ચૂકેલ ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે પોતાના ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ કરતા દોડધામ મચી જવા પામી છે.
ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યા છે. એક્સપ્રેસ હાઈવે ભાડભૂત બેરેજ સહિતના પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે ત્રણ વર્ષ કરતા વધારે સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર અને આમોદ તાલુકામાં ફરીથી આંદોલનના મંડાણ થયા છે જુનાદિવા,પુનગામ સહિત આમોદ તાલુકા અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચુકવણીના બદલે નેશનલ હાઇવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી ત્રણ વર્ષથી કોકડું ગૂંચવાયેલું છે. બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે ના ભરૂચ જિલ્લાના 38 ગામમાંથી અંદાજે 3500 થી વધુ ખેડૂત અસરગ્રસ્ત છે. ઘણા પ્રયાસો રજૂઆત છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનારી લોકસભા ચૂંટણી ટાણે જ ખેડૂતોએ પોતાના ગામમાં બેનરો અને પોસ્ટરો લગાવી "મત લેવા સુરત વલસાડ કે નવસારી જાવ અમારા ગામમાં નહીં" તેવા વિરોધ પ્રદર્શનના બેનર લગાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે