/connect-gujarat/media/post_banners/884dbfb4f0096de8e86f648a4c61ffa6230e99c4f9d6685bcf7ed43402f035b8.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.
વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વર નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં સુરતથી વડોદરા તરફ જતાં ટ્રેક પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો બીજી તરફ, ઉનાળાના કપરા તાપમાં અનેક વાહનચાલકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. ટ્રાફિક જામ થતાં નોકરી ધંધે જતાં લોકો પણ અટવાયા હતા. જોકે, હવે પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસકર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં લેવામાં આવે તો દરરોજ ઉદભવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે.