Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: માતાએ ઠપકો આપતા બે બહેનો ટ્રેનમાં બેસી પૂના પહોંચી ગઈ,જુઓ પોલીસે કેવી રીતે શોધી કાઢી

મોહમદ રાજુખા મહોમદ સાદીકખાન ખાનની બે સગીર પુત્રીઓ એક 14 વર્ષની તોફાખાતુન અને 13 વર્ષની રહેમતીખાતુન દુકાનેથી ઘરે જતાં લાપતા બની હતી.

X

અંકલેશ્વરના સારંગપુર ગામેથી રાત્રીના ગુમ થયેલી બે સગી બહેનો પુનાથી મળી આવી હતી.માતાએ બાળકીઓને ઠપકો આપતા તેઓ ટ્રેનમાં બેસી પૂના પહોંચી હતી જ્યાં રેલ્વે પોલીસની મદદથી બાળકીઓનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે અંકલેશ્વરના સારંગપુર ગામમાં રહેતા અને દુકાન ચલાવતા મોહમદ રાજુખા મહોમદ સાદીકખાન ખાનની બે સગીર પુત્રીઓ એક 14 વર્ષની તોફાખાતુન અને 13 વર્ષની રહેમતીખાતુન દુકાનેથી ઘરે જતાં લાપતા બની હતી.

આ અંગે માતા-પિતાએ આસપાસ તપાસ કરતા બંનેય બહેનો નહિ મળી આવતા અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ પણ સક્રિય થઈને એસટી ડેપો, રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોમાં બંનેય બહેનોની તલાશ કરતા બંનેય નહિ મળતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને બંનેની શોધવાની તજવીજ હાથ ધરી હતી.

બાદમાં આ બન્ને બહેનો મહારાષ્ટ્રના પૂના રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવી છે. પૂના રેલ્વે સ્ટેશન પર રેલ્વે પોલીસે બાળકીઓને જોતાં તેઓની પૂછપરછ કરી હતી જેમાં તેઓ બન્ને અંકલેશ્વરની રહેવાસી હોવાનું જાણવા મળ્યુ હતું. આ બાબતે રેલ્વે પોલીસે અંકલેશ્વર પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાદમાં પોલીસની ટીમે પૂના પહોંચી બાળકીઓનો કબ્જો મેળવ્યો હતો અને બાદમાં પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું

Next Story