અંકલેશ્વર સહિત સમગ્ર રાજયમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહયો છે ત્યારે નગરપાલિકાએ પશુઓ પકડવાની ઝૂંબેશ હાથ ધરી છે.
અંકલેશ્વર સહિત સમગ્ર રાજયમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહયો છે ત્યારે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે મહાનગરોના અધિકારીઓનો ઉઘડો લીધો હતો. આ ઘટના બાદ સફાળી જાગેલી અંકલેશ્વર નગરપાલિકાએ પશુઓ પકડવાની ઝૂંબેશ હાથ ધરી પશુઓને પાંજરે પુર્યા છે. શહેરના મુખ્ય માર્ગ સહિતના વિસ્તારોના માર્ગો પર રખડતા અને અડિંગો જમાવીને બેસેલા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દર ચોમાસામાં રખડતા પશુઓનો ત્રાસ હોવા છતાં તંત્ર તેના નિવારણમાં સંપૂર્ણ નિષ્ફળ નીવડયું છે.ગત વર્ષે પાલિકાએ રખડતા પશુઓનો સર્વે કરાવી માલિકોને તેમના પશુઓને રખડતા નહિ મુકવા તાકીદ કરી હતી પણ અસરકારક કાર્યવાહી નહિ થતાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહયો છે.માર્ગો પર બેસી રહેતાં પશુઓ અકસ્માતનું કારણ બની રહયાં છે. હાઇકોર્ટની ફટકાર બાદ અંકલેશ્વર પાલિકાએ પશુઓને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરી છે