અંકલેશ્વર:વાલિયા ચોકડી ખાતેથી શંકાસ્પદ આઇફોન સહિત વિદેશી ચલણ સાથે એક ઈસમની ધરપકડ

જંબુસર તરફ જઈ રહેલા એક ઈસમને રોકી પીલોસે તેની બેગની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ આઇફોન મોબાઈલ તેમજ આઈપેડ અને મેકબુક એર મળી આવ્યા

New Update
અંકલેશ્વર:વાલિયા ચોકડી ખાતેથી શંકાસ્પદ આઇફોન સહિત વિદેશી ચલણ સાથે એક ઈસમની ધરપકડ

અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતેથી શંકાસ્પદ આઇફોન સહિત વિદેશી ચલણ સાથે એક ઈસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમ્યાન મુંબઈથી જંબુસર તરફ જઈ રહેલા એક ઈસમને રોકી તેની બેગની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ આઇફોન મોબાઈલ તેમજ આઈપેડ અને મેકબુક એર મળી આવ્યા હતા.

Advertisment

ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાની પાસે રહેલા માલ સામાન અંગે યોગ્ય ઉત્તર આપ્યા ન હતા તેમજ તેની પાસે રહેલ વિદેશી ચલણ બાબતે પણ કોઈ યોગ્ય ખુલાસો આપ્યો ન હતો, જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે જંબુસરના દેવલા ગામ ખાતેના વતની મહંમદ સલીમ હસન પટેલ નાની ધરપકડ કરી તેની પાસેથી કુલ મુદ્દામાલ રૂ. 9,78,750 નો કબ્જો મેળવી સમગ્ર બાબત અંગે ગુનો દાખલ કરી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisment