અંકલેશ્વર : કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક લઈ જવાતી 19 ભેંસોને લોકોએ બચાવી, પોલીસે કરી 3 શખ્સોની અટકાયત...

વડોદરાના વલણથી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક છુપાવીને લઈ જવાતી 19 ભેંસોને અંકલેશ્વર નજીક લોકોએ બચાવી લીધી હતી.

New Update
અંકલેશ્વર : કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક લઈ જવાતી 19 ભેંસોને લોકોએ બચાવી, પોલીસે કરી 3 શખ્સોની અટકાયત...

વડોદરાના વલણથી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક છુપાવીને લઈ જવાતી 19 ભેંસોને અંકલેશ્વર નજીક લોકોએ બચાવી લીધી હતી. કોસમડી નજીક લોકોના ટોળાએ ભેગા થઈ જીઆઇડીસી પોલીસને જાણ કરતા 3 શખ્સોની કન્ટેનર સહિત રૂ. 8.84 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના કોસમડી નજીક ગત શનિવારે મોડી રાતે વડોદરાના વલણથી મહારાષ્ટ્રના ધુલિયા તરફ કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક છુપાવીને લઈ જવાતી 19 ભેંસોને લોકોએ બચાવી પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ ગત શનિવારે નાઈટ પેટ્રોલિંગમાં હતો, ત્યારે રાતે 12.30 કલાકે મેસેજ પોલીસને મળ્યો હતો કે, કોસમડી રોડ પર લોકોએ કન્ટેનરમાં ગેટકાયદે લઈ જવાતી ભેંસો પકડી છે. સ્થળ પર કન્ટેનર, ડ્રાઈવર, ક્લિનર અને અન્ય એક શખ્સ સાથે લોકોના ટોળા ભેગા થયા હતા. પોલીસે સ્થળ પર પોહચતા GJ-27-TD-1414 નંબરના બંધ બોડીના કન્ટેનરમાં ખાના પાડી પાછળના ભાગે પાટિયા લગાવ્યા હતા. જે પાટિયા અને દોરડા ખોલતા અંદર 19 ભેંસો ક્રૂરતાપૂર્વક બાંધેલી મળી આવી હતી. જેમાં ગુજરાતથી મહારાષ્ટ્ર પશુઓની હેરફેર માટે પરવાનગી, પરમીટ ન હોવા સાથે પશુ ઘાતકી અને ક્રુરતા નિવારણ એક્ટ મુજબ વલણથી ભેંસો ભરાવનાર મિનહાજ યાકુબ દરવેઝ, વલણના અલ્તાફ ફિરોજ દિવાન તેમજ મુસ્તુફા સલીમ પટેલની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે 19 ભેંસો, કન્ટેનર અને 2 મોબાઈલ મળી કુલ રૂ. 8.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories