અંકલેશ્વર: પોલીસે ડમ્પરની બોડી અને પ્લેટફોર્મ,ટાયર મળી 2.59 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની કરી ધરપકડ

ભડકોદરા ગામના સુપર માર્કેટમાંથી શંકાસ્પદ ત્રણ હાઈવા ડમ્પરની બોડી અને પ્લેટફોર્મ,ટાયર મળી 2.59 લાખના મુદ્દામાલ સાથે બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી

New Update
અંકલેશ્વર: પોલીસે ડમ્પરની બોડી અને પ્લેટફોર્મ,ટાયર મળી 2.59 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભડકોદરા ગામના સુપર માર્કેટમાંથી શંકાસ્પદ ત્રણ હાઈવા ડમ્પરની બોડી અને પ્લેટફોર્મ,ટાયર મળી 2.59 લાખના મુદ્દામાલ સાથે બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી હતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદરા ગામના સુપર માર્કેટમાં પ્લોટ નંબર-59માં શંકાસ્પદ હાઈવા ડમ્પરની બોડીનું કટિંગ કરેલ હાલતમાં પડી છે જેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જ્ગ્યા ઉપર દરોડા પાડ્યા હતા..

પોલીસે સ્થળ પરથી ત્રણ હાઇવા ડમ્પરની બોડી,પ્લોટફોર્મ અને લોખંડના ટુકડા તેમજ 6 નંગ ટાયરો મળી કુલ 2.59 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે ઇકરા સ્કૂલની બાજુમાં આવેલ સાઇન પાર્ક સોસાયટીમાં રહેતો ઇકબાલ અહમદ પુત્તન શાહ અને ઇબાદુલ્લાખાન મોહમદ યાકુબખાનને હાઇવા ડમ્પરની બોડી અંગે દસ્તાવેજો માંગતા બંને ઇસમોએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે બંનેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories