અંકલેશ્વર: એગ્રો પેક કંપનીમાં થયેલ જંતુનાશક દવાની ચોરીના મામલામાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ

પોલીસે જંતુનાશક દવાની બોટલ નંગ-૩૭ અને બે ફોન મળી કુલ 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update
અંકલેશ્વર: એગ્રો પેક કંપનીમાં થયેલ જંતુનાશક દવાની ચોરીના મામલામાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
Advertisment

અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ એગ્રો પેક કંપનીમાં થયેલ જંતુનાશક દવાની ચોરીનો ભેદ ઉકેલી કાઢી ભરુચ ક્રાઇમ બ્રાન્ચે ચાર ઈસમોને ઝડપી પાડી રૂ.1.39 લાખનો મુદ્દામાલ રિકવર કરી તપાસ હાથ ધરી છે. ગત તારીખ-8મી ઓગાસ્ટના રોજ પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ એગ્રો પેક કંપનીમાં રાત્રીના ગોડાઉનમાં રહેલ ખેતીવાડીને લગતી જંતુનાશક દવાની ૧ લીટરની બોટલ નંગ-૩૬ રૂપિયા 1.29 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ પાનોલી પોલીસ મથક ખાતે નોંધાવી હતી

Advertisment

જે ચોરીની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ ત્વરિત રિકવર કરવા આપેલ સૂચનાને આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વીઝીટ કરી એગ્રો પેક કંપની અને આસપાસના સી.સી.ટીવી કેમેરા ચેક કરી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજસથી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બાકરોલ બ્રીજ નીચે બે ઇસમો મીણિયાં થેલામાં જંતુનાશક દવાની બોટલો ભરી વેચાણ માટે ફરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બે ઈસમોને ઝડપી પાડ્યા હતા

જેઓની પૂછપરછ કરતાં સંજાલી ગામના તળાવ પાસે રહેતો સંજય સુરેશ તડવી અને કોસમડી ગામના મોરા ફળિયામાં રહેતો મિતેષકુમાર ઉર્ફે રમલી વિષ્ણુભાઇ પટેલે ભેગા મળી એગ્રો પેક કંપનીથી જંતુનાશક દવાની ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું પોલીસે જંતુનાશક દવાની બોટલ નંગ-૩૭ અને બે ફોન મળી કુલ 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દવાની ખરીદી કરવા આવેલ અન્ય બે ઈસમ આશા ભગવાનભાઇ પવાર તેમજ ધનશ્યામ બંસીલાલ યાદવને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories