અંકલેશ્વર : રાજપીપળા ચોકડી અને GIDC વિસ્તારની સોસાયટીના મકાનો ચઢ્યા તસ્કરોના નિશાને...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

New Update
અંકલેશ્વર : રાજપીપળા ચોકડી અને GIDC વિસ્તારની સોસાયટીના મકાનો ચઢ્યા તસ્કરોના નિશાને...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તેવામાં અંકલેશ્વરમાં થયેલી 2 અલગ અલગ સોસાયટીઓમાં થયેલ ચોરીની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી.

ભરૂચ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ પોલીસના ડર વિના અંકલેશ્વર શહેરની અલગ અલગ સોસાયટીઓમાંથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ અંબિકા રેસીડેન્સીના મકાનમાંથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે હાલ તો મકાન માલિક દ્વારા આ મામલે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરવામાં આવી છે, જ્યારે શહેર પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તો બીજી તરફ, અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આદિત્યનગર સોસાયટીમાં પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં પાછળ ભાગે રહેલી કિચનની બારીમાંથી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. 3 મોબાઈલ, સોનાનું પેંડલ સહિત રોકડ રકમની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે, ઘરના સભ્યો મકાનમાં હોવા છતાં ચોરી કરવામાં સફળ રહેતા તસ્કરોએ જાણે પોલીસ સામે પડકાર ફેંક્યો છે, ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : લિંક રોડ સ્થિત સંકટમોચન હનુમાનજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, સિક્યુરિટીની સજાગતાના પગલે તસ્કરો ફરાર...

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો

New Update
Sankatmochan Hanumanji temple

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. મળતી માહિતી મુજબભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકશો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતોત્યારે નજીકની એચડીએફસી બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો ભયભીત થઈ ગયા હતાઅને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ રાખી દીધા હતા.

આ સાથે જ લાવેલા હથિયાર કુવાડીહથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મુકી નાસી છૂટ્યા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ તાત્કાલિક રીતે ભરૂચ એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેલગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતીત્યારે હાલ પોલીસ દ્વારા પેટ્રોલીંગની કામગીરીમાં વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Latest Stories