New Update
/connect-gujarat/media/post_banners/e4b57e3732b550180e67da29725c5ec8e6ff7c66f83bb72c5d3a351d0efdea4d.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ પર આવેલ રામેશ્વર વીલા સોસાયટીના મકાનમાં હાથફેરો કર્યો હતો. મૂળ અંકલેશ્વરના સજોદ ગામના અને હાલ અંકલેશ્વરના પુરષોત્તમ બાગ નજીક હાંસોટ રોડ ઉપર આવેલ રામેશ્વર વીલા સોસાયટીમાં રહેતા નિલેષ પટેલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું અને માર્બલની પટ્ટી તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં ઘરમાં રહેલ સોનાના ઘરેણાં તેમજ રોકડ રકમ 10 હજાર મળી કુલ કિંમત 1.86 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.