અંકલેશ્વર: સાયલન્સર ચોરોનો તરખાટ, વધુ એક વાર થઈ સાયલન્સરની ચોરી !

મમતા હોસ્પિટલની ગલીમાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી નવું સાઇલેન્સર મળી કુલ 35 હજારના મુદ્દામાલની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા.

New Update
અંકલેશ્વર: સાયલન્સર ચોરોનો તરખાટ, વધુ એક વાર થઈ સાયલન્સરની ચોરી !

અંકલેશ્વરના પીરામણ નાકા પાસે આવેલ મમતા હોસ્પિટલની ગલીમાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી નવું સાઇલેન્સર મળી કુલ 35 હજારના મુદ્દામાલની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા.

માંગરોળ તાલુકાના વડ ગામના નિશાળ ફળિયામાં રહેતા બાબુભાઈ વેસ્તા ચૌધરી પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.19.બી.એ.9816 લઈ પુત્રી બીમાર હોવાથી અંકલેશ્વરના પીરામણ નાકા પાસે આવેલ મમતા હોસ્પિટલ ખાતે આવ્યા હતા જેઓની પુત્રને તબીબે દાખલ કરવાનું કહેતા તેઓએ પોતાની ઇક્કો મમતા હોસ્પિટલની ગલીમાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની કારમાં લગાવેલ નવું સાઇલેન્સર બદલ તેની જગ્યા પર જૂનું ફિટ કરી 35 હજારના સાઇલેન્સરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.