Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં ત્રાટકેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં ત્રાટકેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીક આવેલ રીયલ કોમ્પલેક્ષમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા. તસ્કરોએ 2 દુકાનોના તાળા તોડી રોકડ રૂ. 55 હજારથી વધુની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે, ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ કરતૂત દુકાનમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જોકે, બન્ને દુકાન માલિકોએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે દુકાન માલિકોની ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવે તેવી પણ લોકો દ્વારા માંગ ઉઠી છે.

Next Story