Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પ્લાસ્ટિકના દાણા ભરેલ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યુ, રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

તસ્કરોએ સીસીટીવીને બંધ કરી 70 જેટલી બેગોમાં ભરેલ પ્લાસ્ટિકના દાણા મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા

X

અંકલેશ્વરના સુપર માર્કેટના પ્લાસ્ટિકના દાણા ભરેલ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી 70 જેટલી બેગોમાં ભરેલ પ્લાસ્ટિકના દાણા મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામના વિજય લાડુમલ શાહ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ સુપર માર્કેટમાં પ્લાસ્ટિકના દાણાનું ગોડાઉન ધરાવે છે જેઓ ગતરોજ રાતે 8 કલાકે પોતાનું ગોડાઉનને તાળું મારી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન રાતે તસ્કરોએ બંધ ગોડાઉનને નિશાન બનાવ્યું હતું અને અંદર રહેલ વીજ કંપનીનું કનેક્શન બંધ કરી સીસીટીવીને પણ બંધ કરી 70 જેટલી બેગોમાં ભરેલ પ્લાસ્ટિકના દાણા મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયાહતા ચોરી અંગે ગોડાઉન માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Next Story