/connect-gujarat/media/post_banners/d55050eac04c6514c60be62445f7c6ce0ae7b00474b99b28a28aa850fbd26d89.webp)
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરમાં ટ્રાફિકને અડચળરૂપ રખડતાં ઢોરને નગરપાલિકા દ્વારા પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અંક્લેશ્વર શહેરમાં જે પશુ માલિકો પોતાના ઢોરને રખડતા મુકી ટ્રાફિકને અડચળ કરતા માલુમ પડતાં તેને અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા ફરીથી ઢોરના પાંજરામાં પુરાવામાં આવ્યા હતા. જેમાં 4 ગાયને દીવા ગ્રામ પંચાયતના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. આ ઢોર પુરવાની કામગીરી દરમ્યાન શહેર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા દ્વારા પોલીસ વાન દ્વારા પોલીસ બંધોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. આ સાથે જ સમગ્ર કામગીરી અંક્લેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા અને તેઓની સુપરવિઝન ટીમ દ્વારા કરવામાં આવી હતી.