અંકલેશ્વર : કેમિકલ પાઉડરના ચોરી કરેલા શંકાસ્પદ જથ્થા સાથે તાલુકા પોલીસે કરી જીતાલી ગામના ઈસમની ધરપકડ...

બાતમીના આધારે તાલુકા પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 20 કિલો કાર્બન પાઉડર કેમિકલનો જથ્થો મળી કુલ કિંમત 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
અંકલેશ્વર : કેમિકલ પાઉડરના ચોરી કરેલા શંકાસ્પદ જથ્થા સાથે તાલુકા પોલીસે કરી જીતાલી ગામના ઈસમની ધરપકડ...

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર તાલુકા પોલીસે ચોરી કરેલા કેમિકલ પાઉડરના શંકાસ્પદ જથ્થા સાથે જીતાલી ગામના એક ઈસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, જીતાલી ગામના વાઘરી ફળિયામાં રહેતા એક ઇસમના ઘરે કાળા કલરના કેમિકલનો પાઉડર કોઈ કંપનીમાંથી લાવી સંતાડી રાખી તેને વેચવાની તૈયારીમાં છે. જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 20 કિલો કાર્બન પાઉડર કેમિકલનો જથ્થો મળી કુલ કિંમત 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ ઝડપાયેલ ઈસમની પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories