અંકલેશ્વર : કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર જપ્ત કરવાનો મામલો, ચાલક સહીત 3 લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે નોંધાય ફરિયાદ...

પોલીસે નેશનલ હાઈવે ઉપર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી ઝડપાયેલ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કરના મામલામાં ચાલક સહીત 3 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર : કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર જપ્ત કરવાનો મામલો, ચાલક સહીત 3 લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે નોંધાય ફરિયાદ...

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર તાલુકા પોલીસે નેશનલ હાઈવે ઉપર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી ઝડપાયેલ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કરના મામલામાં ચાલક સહીત 3 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. ૯મી જુલાઈના રોજ ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે પર સુરતથી ભરૂચ તરફ જતા રોડ ઉપર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ટેન્કર નંબર જીજે-૦૭-વાયઝેડ-૧૭૬૬માં ૨૮ હજાર લીટર કેમીકલ વેસ્ટ ભરેલ જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કેમીકલ વેસ્ટનો જથ્થો અને ૧૦ લાખનું ટેન્કર મળી રૂ. ૧૦.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં મૂળ રાજસ્થાન અને હાલ અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલ હીરાપુરા ખાતે રહેતા ઈસમને ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન અન્ય આરોપીને પાનોલીની મેમર્સ કેશવ ઇન્ટરકેમ કંપનીમાંથી કેમિકલ વેસ્ટ ભરી અમર કેમિકલના નામનું ખોટું અને બનાવટી બીલ આપી ગેરકાયદેસર નિકાલ કરવા આરોપીઓએ કાવતરું રચ્યું હતું. તે સમયે ટેન્કર ચાલક પકડાઈ ગયો હતો. જેમાં તાલુકા પોલીસે ગેરકાયદેસર ટેન્કરમાં ઝેરી અને જોખમી કેમિકલ વેસ્ટ ભરી લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તે રીતે પરવાનગી વિના વહન કરનાર ચાલક સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Latest Stories