Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમને બંધ કરવાનો નિર્ણય, જુઓ પાલિકા પ્રમુખે શું કહ્યું..!

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમ ઓચિંતો બંધ કરી દેવાતા અસંખ્ય લોકો માટે આવનારા દિવસોમાં હાલાકી ઉભી થવા પામશે.

X

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમ ઓચિંતો બંધ કરી દેવાતા અસંખ્ય લોકો માટે આવનારા દિવસોમાં હાલાકી ઉભી થવા પામશે. વર્તમાન સત્તાધિશો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરીને આ નિર્ણય લેતા વિવાદમાં આવ્યા છે. અંકલેશ્વર પાલિકાના ડીસ્પેન્સરી ખાતે આવેલ પોસ્ટમોર્ટમ રૂમ અચાનક બંધ કરી દેવાનો નિર્ણય સત્તાધીશોએ લીધો છે. જેના કારણે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા લોકોને હવે સજોદ, ખરોડ, જીતાલી, ગડખોલ સહીતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો હાંસોટ કે, ભરૂચ સુધીનો ધક્કો ખાવાનો વારો આવી શકે છે. મળતી માહિતી અનુસાર, તા. 5મી જુલાઈથી આ પોસ્ટમોર્ટમ રૂમ બંધ કરી દેવાશે. આ અંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યુ હતું કે, પોસ્ટમોર્ટમ રૂમ બંધ કરવાનું એક કારણ બાજુમાં આવેલી કન્યા શાળા છે, અને તેને તોડીને નવી બનાવવામાં આવી રહી હોવાથી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં આવેલી દવાખાનાની ઇમારતમાં અભ્યાસ કરાવવાનો હોવાથી પોસ્ટમોર્ટમ રૂમને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત મૃતદેહોમાંથી આવતી દુર્ગંધથી સ્થાનિકોને મુશ્કેલી પડતી હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.

Next Story