/connect-gujarat/media/post_banners/a84e2cd0bf6cf97210e2916f3d66f24be93a570ba11f57d5546d0b9ab933db42.jpg)
અંકલેશ્વરની કેશવ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ એક જ અઠવાડિયામાં બીજા મકાનને નિશાન બનાવી રોકડા 2 લાખ અને સોનાના ઘરેણાં મળી કુલ 10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના પિરામણ રોડ ઉપર આવેલ શ્રવણ સ્કૂલની પાસે કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા મિતેશ રાણા પોતે ડોક્ટર હોય તેઓનું શિવ શક્તિ ક્લિનિક ચલાવે છે. ગતરોજ તેઓના મામાની દીકરીના લગ્ન હોય દીવા રોડ ખાતે ગયા હતા.તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ 4 લાખ મળી કુલ રૂ.10 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.