અંકલેશ્વર : પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ સારંગપુરના વોન્ટેડ બુટલેગરની GIDC પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ સારંગપુર ગામના બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર : પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ સારંગપુરના વોન્ટેડ બુટલેગરની GIDC પોલીસે કરી ધરપકડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ સારંગપુર ગામના બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અગાઉ સારંગપુર ગામની નવી નગરીમાં રહેતા બુટલેગરના મકાનમાં વિદેશી દારૂ વેચાણ થતું હોવાની બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે દરોડા પાડી વિદેશી દારૂની 13 નંગ બોટલ મળી રૂ. 5 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો, ત્યારે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories