New Update
/connect-gujarat/media/post_banners/c2a379d2e7256c6c72439bd8103ad8141a03ed22867a136a90c2cc476776aaf1.jpg)
અંકલેશ્વર શહેર બાદ નોટિફાઇડ એરિયામાં ઉભા કરાયેલા દબાણ હટાવવા જાગૃત નાગરિકે માંગ કરી છે. અંકલેશ્વર શહેરમાં ઉદભવતી ટ્રાફિકજામની સ્થિતિ વચ્ચે પાલિકા તંત્ર દ્વારા ૧લી મેથી ત્રણ દિવસ માટે વિવિધ માર્ગો ઉપર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં અસંખ્ય દબાણો હોવા છતાં નોટિફાઇડ એરિયા ઓથોરીટી દબાણકર્તાઓ સામે પગલા લેવાને બદલે તેઓને છાવરતા હોવાથી જાગૃત નાગરિક અતુલ માંકડીયાએ આક્ષેપ કરી વહેલી તકે જી.આઈ.ડી.સી.માં આવેલ દબાણો પણ હટાવવામાં આવે તેવી માંગ કરી છે.