Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : શહેરી વિસ્તારના વિવિધ વોર્ડમાં વિધવા સહાય અને વૃધ્ધ સહાય અંગેના કેમ્પનું આયોજન કરાયું

અંકલેશ્વર ખાતે આવેલા મીરા ઓટો ગેરેજની સામે મહાકાળી મંદિર ખાતે વિધવા સહાય,અને વૃદ્ધ સહાય યોજના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

X

અંકલેશ્વર ખાતે આવેલા મીરા ઓટો ગેરેજની સામે મહાકાળી મંદિર ખાતે વિધવા સહાય,અને વૃદ્ધ સહાય યોજના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...

અંકલેશ્વર શહેરી વિસ્તારના વિવિધ વોર્ડમાં બે દિવસીય વિધવા સહાય અને વૃધ્ધ સહાય અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર ઘરે ઘરે ફરી, શેરી, મહોલ્લા, ગામોમાં જઇ જિલ્લાના ગંગા સ્વરૂપા આર્થિક સહાય, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય, નિરાધાર વૃધ્ધ આર્થિક સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાયના લક્ષિત અરજદારોને ઘેર બેઠા જ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.અંકલેશ્વરમાં તા.21મી માર્ચ અને મી માર્ચના રોજ વિવિધ વોર્ડમાં વિધવા સહાય અને વૃધ્ધ સહાય અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહાકાલી માતાના મંદિર પાસે,મીરા ઓટો ગેરેજની સામે તેમજ અન્ય વોર્ડમા કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા.કેમ્પનો લાભ લેવા પાલિકા પ્રમુખ વિનય વસાવાએ અપીલ કરી હતી.આ પ્રસંગે કારોબારી સમિતિ ચેરમેન સંદીપ પટેલ, તેમજ સ્થાનિક પાલિકા સભ્યો અને સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Next Story