/connect-gujarat/media/post_banners/71e9d65df43d127b36009b0d384ff143d7ab631f5f1bfe2580a94c1bf2126c81.jpg)
ભરૂચમાં શહેરમાં નારાયણ એરેનામાં ચાલી રહેલાં ગરબા મહોત્સવમાં અચાનક 108ની એમ્બયુલન્સ આવી પહોંચતાં ઘડીભર માટે ખેલૈયાઓ અને આયોજકો અચંબામાં મુકાય ગયાં હતાં. ભરૂચની નારાયણ એરેના રેસીડેન્સીમાં રાત્રી દરમિયાન જ્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ માણતા હતા તે દરમિયાન 108 અચાનક ત્યાં આવી પહોંચતા ખેલૈયાઓ અને આયોજકો અચંબામાં મુકાય ગયાં હતાં. બધાને એક લાગ્યું કે સોસાયટીમાં કોઇની તબિયત લથડી હશે અને તેને લેવા માટે એમ્બયુલન્સ આવી હોવાનું સૌએ માની લીધું હતું.
એમ્બયુલન્સમાંથી કર્મચારીઓ નીચે ઉતર્યા હતાં અને તેમનો સોસાયટીમાં આવવનો ઉદ્દેશ સમજાવ્યો ત્યારે સોસાયટીના રહીશોએ તેમને વધાવી લીધાં હતાં. મુશ્કેલ સમયમાં કોઈ દર્દીને તાત્કાલિક કઈ રીતે સારવાર આપવી તેનું માર્ગદર્શન આપવા માટે 108ની ટીમ આવી હતી. ટીમના સભ્યોએ પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં 108 ના પોગ્રામ મેનેજર અભિષેક ઠાકર,ઝાડેશ્વરની 108 ની ટીમના સભ્યો અને સોસાયટીના આગેવાનો જીગ્નેશ રાણા, નિખિલ મહેતા,વિપુલ રણા તથા અન્ય આગેવાનો હાજર રહયાં હતાં.