ભરૂચ : સારવાર લેતા સગાને દેશી દારૂ આપવા આવેલ 2 શખ્સો સિવિલ હોસ્પિટલમાંથી ઝડપાયા...

ભરૂચની સિવિલ હોસ્પિટલ અવારનાવર કોઈને કોઈ વાતે વિવાદમાં રહેતી આવી છે, ત્યારે હવે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દેશી દારૂની પોટલીઓ સાથે 2 લોકો ઝડપાતા હાહાકાર મચ્યો છે.

New Update
ભરૂચ : સારવાર લેતા સગાને દેશી દારૂ આપવા આવેલ 2 શખ્સો સિવિલ હોસ્પિટલમાંથી ઝડપાયા...

ભરૂચની સિવિલ હોસ્પિટલ અવારનાવર કોઈને કોઈ વાતે વિવાદમાં રહેતી આવી છે, ત્યારે હવે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દેશી દારૂની પોટલીઓ સાથે 2 લોકો ઝડપાતા હાહાકાર મચ્યો છે. જોકે, આ બન્ને શખ્સો પોતાના સગાને કે, જેઓ સારવાર લઈ રહ્યા છે, તેમને દેશી દારૂ આપવા આવ્યા હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આમ તો, કોઇ સ્વજન કે, સગા માંદા પડે અને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ થાય તો સામન્ય ખબર પુછતા પરિજનો કહેતા હોય છે કે, દવા-દારૂ બરાબર કરજે, ત્યારે આ જ ઉક્તિ ભરૂચ સિવિલ હોસ્પીટલના આ કિસ્સામાં સાર્થક થઈ હોય તેમ સામે આવ્યું છે. પોતાના સગાની સહુલીયત માટે દેશી દારૂની પોટલીઓ લઈ હોસ્પિટલ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 2 શખ્સો સિક્યુરીટીની સ્મય સૂચકતા અને કડક ચેકીંગના પગલે ઝડપાયા હતા. બનાવની જાણ થતાં જ એ' ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલીક ભરૂચ જનરલ હોસ્પીટલ દોડી આવ્યો હતો.

જેમાં દેશી દારૂની પોટલીઓનો મસમોટો જથ્થો લઈને આવેલ માંડવાના રહેવાસી 32 વર્ષીય પ્રકાશ વસાવા અને 25 વર્ષીય રાકેશ વસાવાની અટકાયત કરી હતી. પોલીસે 28થી 30 નંગ જેટલી દેશી દારૂની પોટલી જપ્ત કરી બન્ને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોલીસની પૂછપરછમાં આ બન્ને શખ્સો દેશી દારૂની પોટલી તેમના કોઇ સગા કે, જે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, જે તેમને આપવા આવ્યા હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અને સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં લોકોને સરળતાથી દેશી અને વિદેશી દારૂ મળી રહે છે. જોકે, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ દારૂ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે