Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આયુર્વેદિક ગોળીમાં મિક્ષ કરી હેરાફેરી કરાતા ગાંજાના રૂ.1 કરોડથી વધુના જથ્થા સાથે 5 આરોપી ઝડપાયા

ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનથી લકઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજાનો રૂપિયા 1.57 કરોડનો જથ્થો ઝડપી પાડી પાંચ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનથી લકઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજાનો રૂપિયા 1.57 કરોડનો જથ્થો ઝડપી પાડી પાંચ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નવા વર્ષ 2023ના ત્રીજા દિવસે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે નેશનલ હાઇવે પરથી હેરફેર થતા નશીલા પદાર્થના મોટા જથ્થાને ઝડપી લીધો છે. રાજસ્થાન તરફથી યુ.પી. પાસિંગની લકઝરી બસમાં મોટી માત્રામાં માદક પદાર્થ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે SOG એ ઝાડેશ્વર ચોકડી પર વોચ ગોઠવી હતી.શંકાસ્પદ લકઝરી બસ આવતા જ તેને રોકી તપાસ શરૂ કરાઇ હતી. બસના લગેજ ખાનામાં પીપરમીટની ગોળીના પેકિંગમાં લઈ જવાતો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એફ.એસ.એલ.ની મદદથી આ નશીલો પદાર્થ ગાંજો હોવાનું ફલિત થયા બાદ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે.

પોલીસે મધ્યપ્રદેશના રહેવાસી વિજયપાલ તોમર,ચાંદરકાટ શર્મા,રવિન્દ્ર વર્મા,સુરતના રહેવાસી અંબાલાલ અને ભરત નામના આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પોલીસે આ રેડ દરમ્યાન રૂપિયા 1.33 કરોડની કિમતનો ગાંજાનો કુલ 1334 કિલો જથ્થો,લક્ઝરી બસ,મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.53 કરોડની કિમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ભરુચ એસ.પી.લીના પાટિલે જણાવ્યુ હતું કે આયુર્વેદિક ગોળીમાં ગાંજાનો જઠથી મિક્ષ કરી તેની હેરાફેરી કરવામાં આવી રહી હતી જે અંગેની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો

Next Story