ભરૂચ: ATMને કટર વડે કાપી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 5 સાગરીતોની ધરપકડ

ATM મશીનને સ્કોર્પિઓમાં ગાડીમાં મુકી પિસાદ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમને તોડી 3.52 લાખ રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

New Update
ભરૂચ: ATMને કટર વડે કાપી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 5 સાગરીતોની ધરપકડ

ભરૂચ પોલીસને મળી મોટી સફળતા

એ.ટી.એમ. તોડી લૂંટ કરતી ટોળકીના 5 સાગરીતોની ધરપકડ

વાગરા અને દહેજમાં એ.ટી.એમ.ચોરીના ગુનાને આપવામાં આવ્યો હતો અંજામ

હરિયાણાની મેવાતી ગેંગ સામેલ હોવાનું બહાર આવ્યું

7 ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી

ભરુચ જિલ્લાના દહેજના જોલવા અને વાગરામાં એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી સાડા ત્રણ લાખ રોકડની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગના પાંચ સાગરીતોને ભરુચ જિલ્લા પોલીસે રૂ.20.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગત તારીખ-19મી ફેબ્રુઆરીના રોજ રાત્રે અજાણ્યા ઇસમો સફેદ કલરની સ્કોર્પિઓ ફોરવ્હીલ કાર લઈ દહેજ પોલીસ મથકની હદમાં આવેલ જોલવા ગામ પાસે આવેલ એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રહ્યા હતા તે દરમિયાન સાયરન વાગતા એટીએમ ચોરી કરવા આવેલ ગેંગ ભાગી ગઈ હતી.એક જ રાતમાં તસ્કરોએ વાગરા ટાઉનમાં જે.બી.કોમ્પ્લેક્ષ આવેલ એચ.ડી.એફ.સી બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી ATM મશીનનું ગ્રાઉટીંગ તોડી ATM મશીનને સ્કોર્પિઓમાં ગાડીમાં મુકી પિસાદ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમને તોડી 3.52 લાખ રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ અંગે ભરૂચ પોલીસે બે અલગ અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી હતી.ભરૂચ પોલીસ તપાસ ચલાવી રહી હતી એ દરમ્યાન ભરુચની ઘટના બાદ મહારાષ્ટ્રના નંદુરબાર આવી જ મોડસ ઓપરેન્ડીથી એસ.બી.આઈના ATM સેન્ટરમાં ચોરી થઈ હતી.જેથી પોલીસની એક ટીમ તાત્કાલિક નંદુરબાર ખાતે પહોંચી તપાસ કરી ગુનાની કડી મેળવવાના પ્રયત્નો હાથ ધરી હતી. તો બીજી તરફ ભરુચના એટીએમ ચોરીના રૂટ ઉપરના ૫૦૦થી વધુ CCTV ફુટેજનું પોલીસે એનાલીસીસ

અને ટેક્નિકલ એનાલીસીસ કરી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરા એટીએમ ચોરી અને દહેજ ATM ચોરીની કોશીષના ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ભરૂચમાં આવેલ છે જેવી બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડી તેની પુછપરછ કરતાં તેનું નામ ઇરફાન હોવાનું જણાવી અંકલેશ્વર આઈ.આઈ.એફ.એલ ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેરના ફાતીમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી

અને મુખ્ય સુત્રધાર સલીમ ઉર્ફે મુસો તેમજ તેના સાગરિતો હાલ ઇન્દોરમાં છુપાયેલા છે.તેનું જણાવતા જ ભરુચ જિલ્લા પોલીસે ઇન્દોર ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આરોપી સલીમ ઉર્ફે મુસો અને અન્ય બે વોન્ટેડ આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ મથકના સોપારી કીલીંગના ગુનામાં સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરી હતી પોલીસે ATM ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિઓ ગાડી, મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કાર, રોકડા રૂપિયા, મોબાઇલ ફોન સહિતના સામાન મળી કુલ 20.41 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.