Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરમાં 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતીમાં લોકાર્પણ કરાયું...

જંબુસર ખાતે પણ મન કી બાત કાર્યકમના આયોજન સહિત 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : જંબુસરમાં 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતીમાં લોકાર્પણ કરાયું...
X

ભરૂચ જિલ્લામાં 1357 બુથો અને શક્તિ કેન્દ્ર ઉપર વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યકમના 100માં એપિસોડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જંબુસર ખાતે પણ મન કી બાત કાર્યકમના આયોજન સહિત 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દેશની પ્રજા, ઉત્સવો, સંસ્કૃતિ, નવી પહેલ, પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવવાનો મન કી બાત કાર્યકમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તા. 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો. તેઓની લોકપ્રિયતાના સમકક્ષ જ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં PM મોદીનો મન કી બાત કાર્યકમ ખૂબ જ લોકચાહના મેળવી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ સહિત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાતના 100માં એપિસોડને યાદગાર અને અવિસ્મરણીય બનાવવા મોટા પાયે આયોજન કરાયું હતું.

ભરૂચ જિલ્લાના તમામ 1357 બુથો પર મન કી બાત કાર્યકમના 100માં એપિસોડને નિહાળવા, સાંભળવા તેમજ માણવાનું આયોજન કરાયું હતું, ત્યારે જંબુસર ખાતે પણ મન કી બાત કાર્યકમના આયોજન સહિત જબુંસર એસ.ટી ડેપોમાં 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવા અને જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જંબુસર એસટી વિભાગ દ્વારા ઘણા સમયથી રાજ્ય સરકાર પાસે બસની માંગણી કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા નવી 5 મીની બસની જંબુસર એસટી વિભાગને ફાળવણી કરવામાં આવી છે. આ પ્રસંગે શહેર તાલુકા આગેવાનો બાલુ ગોહિલ, બળવંતસિંહ પઢીયાર, ચન્દ્રકાન્ત પટેલ, અજીતસિંહ, જંબુસર એસટી ડેપો મેનેજર એન.સી.રાઠોડ, સચિન પટેલ અને જંબુસર એસટી ડેપોના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story