ભરૂચ : GNFC નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા યોજાયું 2 દિવસીય ગણિત સંમેલન...

ભરૂચ જિલ્લાની 35 શાળાઓના આશરે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો

New Update
ભરૂચ : GNFC નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા યોજાયું 2 દિવસીય ગણિત સંમેલન...

ભરૂચના GNFC નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે ગણિત સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ 2 દિવસીય ગણિત સંમેલનમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. ભરૂચ GNFCના નેજા હેઠળ નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ગાતા તા. 24 અને 25મી જૂન, 2023ના રોજ ગણિત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાની 35 શાળાઓના આશરે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનો 2 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. જેમાં સમગ્ર ગુજરાતની અગ્રણી ફેકલ્ટીઓએ વર્કશોપ દ્વારા રોજિંદા જરૂરિયાતોમાં ગણિતની ઉપયોગિતાઓ વિષે માહિતગાર કર્યા હતા. અમદાવાદમાં IITના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને હાલમાં GNFCના સ્વતંત્ર ડાયરેક્ટર ડો. એન. રવીચંદ્રન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી જીલ્લાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.

Latest Stories