Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મોરબીના મૃતકોની આત્માની શાંતિ માટે ભોલાવ વિસ્તારમાં યોજાય શોકસભા,જન પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

મોરબી શહેરમાં આવેલ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા છે

X

મોરબીની ભયાનક હોનારતમાં મૃત્યુ પામેલ મૃતકોના આત્માની શાંતિ માટે ભરૂચના ભોળાવ વિસ્તારમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના મોરબી શહેરમાં આવેલ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર કેન્ડલ માર્ચ અને પ્રાર્થના સભાઓ કરી મૃતકોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ ભોલાવ ગ્રામ પંચાયતના રામજી મંદિરના પ્રાગણમાં મોરબી ખાતે સર્જાયેલા કરુણાતિકામાં અવસાન પામેલા મૃતકોના આત્મને શાંતિ મળે એ માટે શોકસભા રાખવામાં આવી હતી.

જેમાં સાંસદ મનસુખ વસાવા,ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી,ભોલાવ ગ્રામ પંચાયત સંરપચ નિમિષાબેન પરમાર,ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના આગેવાનો અને ગ્રામજનોએ જોડાય મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી

Next Story