Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : વાલિયા ચોકડી નજીક રસાયણ યુક્ત પ્રવાહીની નદી વહી,કનેક્ટ ગુજરાતે તંત્રના કાન આમળ્યા

અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી નજીક આજે મળસ્કે એક ટેન્કર ચાલકે નેશનલ હાઇવે ઉપર વાલ્વ ખોલી નાખી કેમિકલ રસ્તા ઉપર ઢોળી દીધું હતું.

X

અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી નજીક આજે મળસ્કે એક ટેન્કર ચાલકે નેશનલ હાઇવે ઉપર વાલ્વ ખોલી નાખી કેમિકલ રસ્તા ઉપર ઢોળી દીધું હતું. આ કેમિકલયુક્ત પાણી માર્ગ ઉપર ફરી વળતા જાહેરમાં પ્રદુષણ ફેલાઈ ગયું હતું

આજરોજ મળસ્કે 5 વાગ્યાના અરસામાં વડોદરા તરફથી સુરત તરફ કેમિકલ ભરી જતા એક ટેન્કર ચાલકે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક અચાનક વાલ્વ ખોલી નાખ્યો હતો જેના પગલે પ્રદુષિત પાણી જાહેર માર્ગ પાર ઢોળાવા માંડ્યું હતું. આ પ્રદુષિત પાણી મુખ્ય નેશનલ હાઇવે ઉપરથી સર્વિસ રોડ ઉપર ફરી વળ્યું હતું. જેના કારણે આસપાસ રહેતા લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો માર્ગ ઉપર ફેલાયેલા પ્રદુષિત પાણીના કારણે બળતરા જેવી પણ કઇંક અંશે ફરિયાદ ઉઠી હતી. બનાવની જાણ થતા જ જી.પી.સી.બી તથા નર્મદા ક્લીન ટેક કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા. આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેના પગલે તંત્ર સફાળુ જાગ્યું હતું અને પ્રદુષિત પાણી ઉપર માટી નાખી તેને ડિસ્ટ્રોય કરવાની કામગીરી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાય બેજવાબદાર ઉદ્યોગો પોતાના થોડા નફા માટે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને જાહેરમાં રાસાયણયુક્ત ઝેરી કચરાનો નિકાલ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. ત્યારે આવા તત્વોને જેર કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

Next Story