Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરા કન્યા અને કુમારશાળામાં ધારાસભ્ય અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

આ અવસરે વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોને સંબોધિત કરતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ કહ્યું હતું કે પહેલા શિક્ષણ માટે કોઈ ચિંતા કરતું ન હતું.

ભરૂચ: વાગરા કન્યા અને કુમારશાળામાં ધારાસભ્ય અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
X

શિસ્ત અને સંસ્કૃતિનો વારસો જેના વડે જળવાય તેનું નામ શિક્ષણ, જેમાં તમામ પ્રકારની કેળવણી આવી જાય તેમ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ વાગરા ખાતે કન્યા અને કુમારશાળામાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન નવા પ્રવેશ મેળવનાર બાળકોને વધાવતા કહ્યું હતું.રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં જીવનમાં શિક્ષણની શરૂઆત કરનાર ભૂલકાઓને વધાવવા શાળા પ્રવેશ ઉત્સવનો શુભારંભ કરતા વાગરા ખાતે કુમારશાળામાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. જેમાં ધારાસભ્ય અરુણસિંહ રણાએ 300થી વધુ ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી વધાવ્યા હતા. શાળામાં ધોરણ ૮ સુધી પહેલા ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને દફતર સહિત શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

આ અવસરે વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોને સંબોધિત કરતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ કહ્યું હતું કે પહેલા શિક્ષણ માટે કોઈ ચિંતા કરતું ન હતું. શાળા પ્રવેશોત્સવ થતા ન હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સાંભળતા જ તેમણે શિક્ષણની ચિંતા કરી હતી. ખાસ કરીને કન્યા કેળવણી માટે આદિવાસી વિસ્તારોમાં ઘેર ઘેર જઈ કન્યા કેળવણી માટે આહવાન કર્યા હતા. શાળા પ્રવેશોત્સવના માધ્યમથી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. જેના કારણે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હતો. આજે શાળા પ્રવેશનો દર ૧૦૦ ટકા થયો છે. તેમણે કહ્યું હતું કે વાગરા તાલુકાનો ઔદ્યોગિક વિકાસ થયો છે. પરંતુ સ્થાનિક યુવાનોને નોકરીમાં તકલીફો પડતી હતી તેનું મૂળ કારણ શિક્ષણનો અભાવ હતો. હવે નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આઈ.ટી.આઈ અને કોલેજો શરૂ થઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓ હવે ટેક્નિકલ શિક્ષણ મેળવતા થયા છે તેમ કહી તેમણે વાલીઓને તેમના દીકરા અને દીકરીઓને ભણાવવા માટે હાકલ કરી હતી.ધારાસભ્યએ આ તબક્કે વૃક્ષારોપણ કરી પ્રકૃતિને પણ વધાવી હતી. શાળા પ્રવેશોત્સવમાં વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન મકવાણા, ઉપપ્રમુખ ઇમરાન ભટ્ટી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મહેશભાઈ રાઠોડ, ભાજપના તાલુકા મહામંત્રી હરેશભાઇ પટેલ, લઘુમતી મોરચાના પ્રમુખ ફારૂક માસ્તર અને કિસાન મોરચાના તાલુકા પ્રમુખ જયપ્રકાશ પટેલ સહિત બન્ને શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા .

Next Story