Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સુથાર ટેકરા ખાતે રહેતી મહિલાનું વીજ કરંટ લાગતાં મોત, અન્ય એક યુવાન પણ દાઝ્યો...

ભરૂચ શહેર તથા જિલ્લામાં વહેલી સવારે મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જ્યાં પ્રથમ વરસાદમાં જ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો,

X

ભરૂચ શહેર તથા જિલ્લામાં વહેલી સવારે મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જ્યાં પ્રથમ વરસાદમાં જ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો, ત્યારે ભરૂચના સુથાર ટેકરા ખાતે મકાનમાં વીજ કરંટ લાગતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.

ભરૂચ જિલ્લામાં વહેલી સવારે વરસાદ સાથે વીજ કરંટથી મહિલાનું મોત થવાની ઘટના બની હતી. ભરૂચના સુથાર ટેકરા ખાતે રહેતી અંદાજિત 50 વર્ષીય ઈમલબેન દશસ્થભાઈ હેરોડે પોતાના મકાનમાં રહેલા બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. તે દરમ્યાન તેણીએ હાથ ઊંચો કરતાં લોખંડના પતરા સાથે સંપર્કમાં આવેલો વીજ તાર અડી લેતાં તેણીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, ત્યારે ઘરમાં રહેલા પૌત્ર રાજારામ કાંબલે પોતાની દાદીમાને બચાવવા જતાં, તેને પણ વીજ કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો. જેના પગલે રાજારામ કાંબલેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેની દાદી ઈમલબેન હેરોડેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ભરૂચના વિવિધ સ્લમ વિસ્તારોમાં વીજ વાયરો રઝડતા હોવાથી મરામત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Next Story