ભરૂચ:કંપનીમાંથી પરત ઘરે જતા યુવક પર ઝઘડીયાના રાયસીંગપુરા નજીક દિપડાનો જીવલેણ હુમલો

ભરૂચના ઝઘડિયા તાલુકામાં દીપડાઓના માનવી પર હિંસક હુમલા ના બનાવો ખૂબ જ વધી ગયા છે

New Update
ભરૂચ:કંપનીમાંથી પરત ઘરે જતા યુવક પર ઝઘડીયાના રાયસીંગપુરા નજીક દિપડાનો જીવલેણ હુમલો

ભરૂચના ઝઘડિયા તાલુકામાં દીપડાઓના માનવી પર હિંસક હુમલા ના બનાવો ખૂબ જ વધી ગયા છે અગાઉ પણ તાલુકાના ઇન્દોર,પાણેથા, વેલુકમ , કાકલપોર જેવા વિસ્તારોમાં ખેત મજૂરી કરતી મહિલાઓ પર દિપડાઓ દ્વારા હિંસક હુમલાઓ કરી ઇજાગ્રસ્ત કરવામાં આવી હોવાના બનાવો સામે આવ્યા હતા.

આજરોજ પણ ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામ નજીક ધોરીમાર્ગ પર નજીકની કંપનીમાં નોકરી કરી પરત પોતાના ઘરે જતા યુવક પર દિપડાએ વહેલી સવારે હુમલો કરતા આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.દિપડાના હુમલાનો ભોગ બનનાર યુવાનને તાત્કાલિક રાજપીપલા ખાતેની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યા તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યોછે.ઝઘડીયા વનવિભાગ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રાયસીંગપુરા ગામનો જાગેશભાઇ ભોગીલાલભાઇ વસાવા.ઉ.વ.અંદાજે ૩૨ રાયસીંગપુરા ગામ નજીકની કંપનીમાં નોકરી કરેછે.નોકરીનો સમય પુર્ણ કરી આ યુવાન વહેલી સવારે પોતાના ગામ રાયસીંગપુરા જવા નિકળ્યો હતો આ દરમિયાન રાયસીંગપુરા ગામ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ નજીક રાયસિંહ પૂરા માર્ગ પર આકસ્મિક દિપડાએ હિંસક હુમલો કર્યો હતો અને મોઢાના,કપાળના ભાગે,હાથો પર પંજા અને દાંત ખુપાવી દેતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર માટે રાજપીપલાના દવાખાને ખસેડાયો હતો અને ત્યા હાજર તબીબોને વધુ સારવારની જરૂરિયાત જણાતા વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.ઝઘડીયા વનવિભાગ દ્વારા બન‍ાવની ગંભીરતા ધ્યાને લઇ હુમલાખોર દિપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવે અને રાયસીંગપુરા નજીક દિપડાને ઝડપી પાડવા પાંજરૂ ગોઠવવામાં આવે તે જરૂરી બન્યું છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું

અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

New Update
bharuch
ભરૂચ જિલ્લામાં આવેલ નદી, તળાવ, નહેર, દરીયા વગેરે જેવા જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં જિલ્લામાં આવેલા કુલ 67 ભયજનક સ્થળો પર પ્રવાસીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Jahernamu

જાહેરનામામાંથી માછીમારી સાથે સંકળાયેલ લોકો તેમજ સરકારી ફરજ પર રોકાયેલ કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ:-

Pratibandh