ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી નો જન સંવેદના મુલાકાત કાર્યક્રમ આત્મીય સંસ્કારધામ હોલ ખાતે યોજાયો હતો.આપના નેતા ઈશુદાન ગઢવીએ આપનો એક એક કાર્યકર ભાજપના હજાર કાર્યકર બરાબર હોવાનો હુંકાર કર્યો હતો.
આગામી વિધાનસભા ની ચૂંટણી ની તૈયારી માં ભાજપ ,કોંગ્રેસ અને આપ જેવી રાજકીય પાર્ટીઓ મેદાન માં ઉતરી ચુકી છે. ભાજપે જન આશીર્વાદ યાત્રા,કોંગ્રેસે કોવિડ 19 ન્યાય યાત્રા ના આયોજન કર્યા છે તો આપ દ્વારા સોમનાથ થી જન સંવેદના મુલાકાત યાત્રાનું આયોજન કર્યું છે. છેલ્લા બે દિવ થી ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારો માં ભ્રમણ કર્યા બાદ આજે આપની જન સંવેદના મુલાકાત યાત્રા ભરૂચ આવી પોહચતા કોલેજ રોડ પર આવેલ આત્મીય સંસ્કારધામ ખાતે સંમેલન યોજાયું હતું.
જેમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી,મહેશભાઈ સવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઈશુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર નિશાન તાકતા આક્ષેપ કર્યો હતો કે બન્નેની મિલીભગતના કારણે પ્રજાજનોના પ્રશ્નો હલ થતા નથી .આપે કોરોના અસરગ્રસ્ત પરિવારોની સંવેદનાને વાચા આપવા આ આયોજન કર્યું તેથી બન્ને પક્ષો એ પણ આયોજન કરવાની ફરજ પડી છે. સરકાર કોરોનામાં મૃત્યુ પામેલાઓના આંકડો છુપાવે છે. જે સર્વે કરી બહાર પાડી સહાય માટે સરકારને દબાણ કરાશે તેમ કહ્યું હતું.તેઓએ ભાજપના હજાર કાર્યકરો બરાબર એક આપનો કાર્યકર હોવાનો પણ હુંકાર કર્યો હતો.